અમદાવાદ એરપોર્ટઃ બેગેજનું ઝડપી ક્લિયરન્સ

Wednesday 04th September 2019 07:35 EDT
 
 

અમદાવાદઃ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રે ૧૧ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધીમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં અંદાજે ૧૫૦૦ મુસાફરોની આવે છે. જેમની પાસે અંદાજે કુલ ૪૫૦૦ જેટલું બેગેજ હોય છે. વધુ સામાનના લીધે કસ્ટમ ક્લિયરન્સમાં વિલંબ ન થાય તેથી કસ્ટમ વિભાગે શંકાસ્પદ મુસાફરો કે કેરિયર્સ પર નજર રાખવાનું નક્કી કર્યું છે. બાકીના મુસાફરોનું કસ્ટમ ક્લિયરન્સ ઝડપી થશે.
રાત્રે સિંગાપુર એરલાઈન્સ, એર ઇન્ડિયા, એર અરેબિયા, કતાર એરલાઈન્સ, એમિરેટ્સ એરલાઈન્સ, ઇતિહાદ અને સ્પાઇસ જેટ ફ્લાઇટ્સ આવતી હોય છે. દરેક ફ્લાઈટમાં ૨૪૦ જેટલા પેસેન્જરો પ્રમાણે અંદાજે ૧૫૦૦થી વધારે પ્રવાસીઓ છ કલાકમાં ઇન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાં આવતા હોય છે. ઇમિગ્રેશન બાદ કસ્ટમ વિભાગનું હેન્ડ બેગ અને પર્સ ચેકિંગ માટે સ્ક્રીનિંગ મશીન મૂકવામાં આવેલું છે. આ સ્ક્રીનિંગ મશીનમાં હેન્ડબેગનું ચેકિંગ થઈ જાય એટલે માત્ર ચેકિંગ બેગેજ કન્વેયર બેલ્ટ પર લેવાનું હોય છે. બેગેજ આવી ગયા બાદ કસ્ટમના અધિકારીઓ શંકાસ્પદ પેસેન્જર પર નજર રાખી કામ કરતા હોય છે. મુસાફરોને તકલીફ ન પડે તે માટે ૨૦ ટકા ચેકિંગ કરાઈ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter